પડદાં પર ભગવાન, રિયલ લાઈફમાં શૈતાન, આઠ સ્ત્રીઓએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

શનિવાર, 26 મે 2018 (14:01 IST)
હૉલીવુડના સુપરહિટ ફિલ્મોના એક્ટર મૉર્ગેન ફ્રીમૈન પર આઠ મહિલાઓના યૌન શોષણનો આરોપ લાગ્યો છે.  એક રિપોર્ટ મુજબ પત્રકારો સહિત અનેક મહિલાઓએ વીતેલા લગભગ પાંચ દસકમાં મોર્ગન દ્વારા ઉત્પીડનની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. મૉર્ગને હૉલીવુડની અનેક ફિલ્મોમાં ભગવાનની ભૂમિકા ભજવી છે. 
 
એક ન્યૂઝ ચેનલના મુજબ આ મામલે કુલ 16 લોકો સાથે વાત કરી. જેમાથી આઠ લોકો જેમણે ખુદ આવુ થતુ જોયુ અને આઠ પીડિત હોવાનો દાવો કરનારી મહિલાઓ છે. તેમણે આરોપ લગાવ્યો કે મોર્ગને ફિલ્મોની શૂટિંગ દરમિયાન તેમની સાથે સેટ પર અનુચિત વ્યવ્હાર કર્યો. 
 
મહિલાઓનો આરોપ છે કે મોર્ગને કામ દરમિયાન તેને ખોટી રેતે ટચ કર્યુ અને તેમના શરીર અને કપડાને લઈને ભદ્દા કમેંટ કર્યા. મહિલાઓએ આરોપ લગવ્યો કે મોર્ગન છેલ્લા 10 વર્ષથી સતત એવો વ્યવ્હાર કરી રહ્યો છે જેનથી તે અસહજ થઈ જાય છે.   એક મહિલાએ આરોપ લગાવતા કહ્યુ એકવાર તો ફ્રીમૈન વારેઘડીએ મારી સ્કર્ટ ઉઠાવવાનો પ્રયત્ન કરતો રહ્યો નએ મને પૂછતો રહ્યો કે અંડરવિયર પહેરી છે. રિપોર્ટ મુજબ ફ્રીમૈન મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ્સને ઘૂરતો હતો અને તે ઈંટર્નથી મસાજ પણ કરાવતો હતો. 
 
એટલુ જ નહી વર્ષ 2012માં આવેલ ફિલ્મ નાઉ યૂ સી મી ની એક પ્રોડક્શન ટીમની એક સીનિયર મેંબરને પણ ફ્રીમૈન પર આરોપ લગાવતા કહ્યુ કે મોર્ગન શરીરની બનાવટ પર કમેંટ કરતો હતો.  ત્યારબાદ અમે કોશિશ કરતા હતા કે તેમની સામે અમે કોઈપણ એવા કપડા ન પહેરીએ જેમા અમારા શરીરનો કોઈપણ ભાગ દેખાય. 
 
મોર્ગને માંગી માફી - તાજા સમાચારનુ માનીએ તો મોર્ગને પોતાના આ વ્યવ્હાર માટે માફી માંગી લીધી છે. મૉર્ગને માફી માંગતા કહ્યુ, જે મને જાણે છે કે જેને પણ મારી સાથે કામ કર્યુ છે તે આ વાત જાણે છે કે હુ એવો માણસ નથી જે જાણીજોઈને કોને અસહજ અનુભવ કરાવુ. મારો એવો કોઈ ઈરાદો નહોતો. 
 
એટલુ જ નહી મોર્ગન પર તેમની કરતા અડધાથી ઓછી વયની સાવકી પૌત્રી ઈડેના હાઈન્સ સાથે શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈડેનની વર્ષ 2015માં ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોર્ગન બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે ઓસ્કર જીતી ચુક્યા છે. 
 
વારાણસી અને સારનાથમાં પણ કર્યુ હતુ શૂટિંગ : 'બ્રૂસ ઑલમાઈટી' અને બૈટમૈન બિગિંસ જેવી સુપરહિટ ફિલ્મોના એક્ટર મૉર્ગેન ફ્રીમૈને વારાણસી અને સારનાથમાં પણ ધ સ્ટોરી મોર્ગન ફ્રીમૈને વારાણસી અને સારનાથમાં પણ ધ સ્ટોરી ઓફ ગૉડનુ શૂટિંગ કર્યુ છે.  
 
આ ડોક્યૂમેંટ્રીમાં હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ અને ઈસાઈ ધર્મોમાં આપવામાં આવેલ ભગવાનના રહસ્યોને ઉજાગર કરવાની કોશિશ કરવામાં આવી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર