Lockdown In 10 Cities - ચીનમાં એક દિવસમાં અત્યાર સુધી નથી મળ્યા આટલા બધા કેસ, 10 શહેરોમાં લૉકડાઉન, 1.70 કરોડ લોકો થયા ઘરમાં કેદ
ચીનમાં કોરોના વાયરસે એકવાર ફરી કહેર વરસાવ્યો છે. અહી એક દિવસમાં રેકોર્ડ 5280 નવા કેસ નોંધાયા. નેશનલ હેલ્થ કમિશન (NHC)ના મુજબ, કોવિડ-19ની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં મળેલા નવા મામલાની આ સૌથી મોટી સંખ્યા છે. વધતા સંક્રમણને જોતા લગભગ 10 શહેર અને કાઉંટીઝમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. ચીનના ટેક હબ કહેવાતા શહેર શેનઝેનમાં પણ લોકડાઉન છે. શેનઝોનમાં 75 કેસ મળ્યા છે. આ રીતે લગભગ 17 મિલિયન (1.70 કરોડ) લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.
શેનઝેનથી લઈને કિંગદાઓ સુધીના લોકો સંક્રમિત થઈ રહ્યા. ચીનના મુખ્ય ભૂભાગ પર શેનઝેનથી લઈને કિંગદાઓ સુધીના લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જો કે યૂરોપ કે અમેરિકા કે હોંગકોંગ શહેરમાં આવનારા સંક્રમણના મામલાથી અહી સંખ્યા ખૂબ ઓછી છે. હોંગકોંગમાં રવિવારે કોરોના વાયરસના 32000 મામલા આવ્યા. સરકારે સંકેત આપ્યો છે કે તે સમય રહેતા સંક્રમણના પ્રસાર રોકવાની પોતાની સખત રણનીતિ કાયમ રાખશે.
મોટાભાગના મામલા ઓમિક્રોન વૈરિએંટના B.A.2 સ્વરૂપવાળા
શંઘાઈ ફૂડાન વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલ એક હોસ્પિટલમાં સંક્રામક રોગના પ્રમુખ વિશેષજ્ઞ ઝાંડ વેનહોગે સોમવારે કહ્યુ કે મુખ્ય ભૂભાગમાં સંક્રમણના મામલે શરૂઆતી સ્તરમાં છે અને તેમા અત્યાધિક વૃદ્ધિ જોઈ શકાય છે. શંઘાઈમાં સોમવારે 41 નવા કેસ સામે આવ્યા. સંક્રમણના આ મોટાભાગના મામલા ઓમિક્રોન સ્વરૂપના બી.એ.2 સ્વરૂપના છે. જેને સ્ટીલ્થ ઓમીક્રોન પણ કહેવામાં આવે છે.
છેલ્લા એક સપ્તાહમાં બીજિંગ, શંઘાઈ સહિત ગ્વાંગડોંગ, જિઆંગ્સુ, શેડોંગ અને ઝેજિયાંગ પ્રાંતોમાં કોવિડના નવા કેસ નોંધાયા છે. નોમુરાએ એક નોટમાં કહ્યું છે કે તેનાથી ચીનની અર્થવ્યવસ્થા એક વખત ફરી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. બીજી તરફ WHOના વૈજ્ઞાનિક મારિયા વાન કરખોવે ટ્વિટ કર્યું છે કે વિશ્વમાં ઓમિક્રોન અને ડેલ્ટાના મિશ્રણથી નવો વેરિઅન્ટ વિકસિત થઈ રહ્યો છે. જે ચોથી લહેર લાવી શકે છે. મારિયાએ વાયરોલોજિસ્ટના ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું કે અમે તેને ટ્રેક કરી રહ્યાં છે.