કોર્ટે ફટકારી આજીવન કારાવાસની સજા
કોર્ટે આરોપી ટિચરને જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારી છે. બાંડુંગ જિલ્લા અદાલતમાં ત્રણ જજોની ખંડપીઠે શાળાના આચાર્ય વિરવાનને બાળ સુરક્ષા અધિનિયમ અને ફોજદારી ધારાના ભંગ બદલ દોષિત ઠેરવ્યા હતા. સાથે જ તેમણે મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા મંત્રાલયને પીડિત વિદ્યાર્થિનીઓને સંયુક્ત રીતે 33.1 કરોડ રૂપિયા (23,200 ડોલર) આપવા માટે કહ્યું છે. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે બળાત્કારના કારણે જન્મેલા બાળકોને બાળ અને મહિલા સુરક્ષા એજન્સીને સોંપી દેવામાં આવે. કોર્ટે કહ્યું કે જ્યારે પીડિત યુવતીઓ પોતાના બાળકોની સંભાળ રાખવા માટે માનસિક રીતે તૈયાર થશે. ત્યારબાદ જ બાળકોને તેમના હવાલે કરવામાં આવશે.