પિતા પોતાના બાળકોની ભલાઈ મટે દરેક કોશિશ કરે છે. કોઈ પિતા નથી ઈચ્છતા કે તેના બાળકને એક ખરોચ પણ અવે. બીજી બાજુ પિતાને જાણ થાય કે તેના બાળકને કોઈ જીવલેણ બીમારી છે તો તે ભાંગી પડે છે. ચીનના એક પિતાને આ પીડામાંથી પસાર થવુ પડી રહ્યુ છે. તેઓ પોતાના પુત્રીની કબર ખોદીને તેના મોતની રાહ જોઈ રહ્યા છે. તેઓ રોજ પોતાની પુત્રીને તેની કબરમાં સુવડાવવા માટે લઈ જાય છે.
ચીનના સિચુઆન પ્રાંતમાં રહેનારા ઝાંગ લિયાયોંગે પોતાની પુત્રી માટે એક કબર ખોદી રાખી છે. ઉલ્લેખનીય છે કે બાળકી વધુ દિવસ સુધી જીવી શકે એમ નથી. આવામાં તેઓ પોતાની પુત્રીને મોત માટે તૈયાર કરી રહ્યા છે. તેઓ પુત્રીને લઈને રોજ તેની કબર પર જાય છે અને તેની સાથે પોતે પણ ત્યા સૂઈ જાય છે. તે પુત્રીને કહે છે કે આ સ્થાન તેને રમવા માટે છે. ત્યા તે આરામથી સૂઈ શકે છે.
ઝાંગ પોતાની બે વર્ષની પુત્રીને કબરથી પરિચિત કરાવવા માટે રોજ કબર પાસે લઈ જાય છે. આવુ એ માટે જેથી જ્યારે મોત આવે તો તેને એ સ્થાનથી ભય ન લાગે. ઝાંગની બે વર્ષની પુત્રીને થૈલેસીમિયા છે. અત્યાર સુધી તે પુત્રીની સારવાર પર 10 લાખ રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે. પણ હવે તેઓ એ સ્થિતિમાં નથી કે વધુ પૈસા ખર્ચ કરી શકે. આ બીમારીમાં બાળકના શરીરમાં હીમોગ્લોબિનની કમી થઈ જાય છે.