Lockdown- ઓમિક્રૉને લોકોને ફરી કર્યા કેદ- આ જગ્યાએ લાગ્યુ લેવલ વનનુ લૉકડાઉન

શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (14:23 IST)
દક્ષિણ આફ્રિકામાં લેવલ વનનું લોકડાઉન લાદવામાં આવ્યું છે. પહેલો કેસ 24 નવેમ્બરે સામે આવ્યો હતો. 
 
છેલ્લા એક સપ્તાહમાં જ તે દક્ષિણ આફ્રિકા (દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન કેસ) થી 25 દેશોમાં પહોંચી ગયું છે.  દક્ષિણ અફ્રીકામાં સ્થિતિ ખૂબ ખરાબ છે. અહીં એક જ દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ ગયા છે. 
દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્યઅધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં ઓમિક્રૉન વાઇરસના કેસ એક જ દિવસમાં બમણા થઈ ગયા છે.
દક્ષિણ આફ્રિકામાં બુધવારે કોરોના વાઇરસના સંક્રમણના નવા 8500 કેસ નોંધાયા છે. મંગળવારે દેશમાં કોરોના વાઇરસના નવા 4300 કેસ નોંધાયા હતા.
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અત્યાર સુધી વિશ્વનાં 24 રાષ્ટ્રોમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનની હાજરી નોંધાઈ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર