કૉન્સર્ટ દરમિયાન બીબરે સોરી, કોલ્ડ, વોટર, આઈ વિલ શો યૂ, વ્હેયર આર યૂ નાઉ, બોય ફ્રેંડ અને બેબી જેવા પોતાના ઈંટરનેશનલ હિટ ગીતથી દર્શકોને ભરપૂર મનોરંજન કર્યુ.
એવુ કહેવાય છે કે 50 હજારથી વધુ દર્શકો પાસે સ્ટેડિયમ ખચાખચ ભરેલો હતો. સ્ટેડિયમમાં સતત જસ્ટિન-જસ્ટિનનો સ્વર સાંભળવા મળી રહ્યો હતો. લગભગ બે કલાક સુધી પ્રશંસકોનુ ભરપૂર મનોરંજન કર્યા પછી જસ્ટિન બીબરે કહ્યુ, "થેંક્યૂ ઈંડિયા, મે ફિર આઉંગા"
બીબર જ્યા જ્યા ગયા તેમના પ્રશંસક ત્યા તેમની રાહ જોતા દેખાયા.
આ અગાઉ મુંબઈ પહોંચેલા જસ્ટિન બીબરે અનાથાલયના કેટલાક ગરીબ બાળકો સાથે સમય વીતાવ્યો અને તેઓ મુંબઈના એક મૉલમાં પણ ગયા.
કોનસર્ટ જોવા માટે પહોચી રવિના ટંડન
બીબરનુ પરફોર્મ જોવા માટે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ, શ્રીદેવી, જૈકલીન ફર્નાડિસ, બિપાસા બસુ, રવિના ટંડન, મહિમા ચૌધરી, મલાઈકા અરોરા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક અરબાજ ખાન પણ પહોચ્યા હતા.