હોલીવુડના એક્શન હીરો જૈકી ચેનના પુત્રને ચીનમાં મળી 6 મહિનાની જેલની સજા

શુક્રવાર, 9 જાન્યુઆરી 2015 (16:33 IST)
ચીનની એક કોર્ટે હોલીવુડ અભિનેતા જૈકી ચેનના પુત્ર જેસી ચેનને માદક પદાર્થના સેવનના દોષી સાબિત કર્યા અને તેને છ   મહિનાની કૈદની આજે સજા સંભળાવી. એક સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન 32 વર્ષીય જેસીએ સ્વીકાર્યુ  કે તેણે પોતાના ઘરમાં માદક પદાર્થનુ સેવન કર્યુ જ્યારબાદ બીજિંગના ડોનગચેંગ ડિસ્ટ્રિક પીપુલ્સે કોર્ટે સજા સંભળાવી. જેસી ચેનના પિતા એક જાણીતા અભિનેતા અને ગાયક છે. 
 
ગયા વર્ષે જેસીના ઘર પર માદક પદાર્થના સેવનની ફરિયાદ મળ્યા પછી 14 ઓગસ્ટના જેસી. તાઈવાની ફિલ્મ અભિનેતાને ચેને-તુંગ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સરકારી સીસીટીવીના સમાચાર મુજબ આજે સજા સંભળાવવા દરમિયાન જૈકી અને તેના પરિવારના સભ્ય કોર્ટમાં હાજર નહોતા. 
 
તપાસ દરમિયાન જેસી અને ચેને-તુંગને ચરસના સેવનના દોષી સાબિત કર્યા અને બંનેયે માદક પદાર્થનુ સેવન કરવાની વાત સ્વીકારી. પોલીસે જેસીના ઘરેથી 100ગ્રામથી વધુ ચરસ જપ્ત કર્યુ હતુ.  

વેબદુનિયા પર વાંચો