ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા પછી, શનિવારે શ્રીવિજય એરના જેટ પેસેન્જર વિમાનના એર ટ્રાફિક કંટ્રોલર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ સ્થાનિક ફ્લાઇટમાં 62 લોકો સવાર હતા. અધિકારીઓએ આ માહિતી આપી.
ઇન્ડોનેશિયાના પાટનગર જકાર્તાથી ઉડાણ ભરનાર એક પૅસેન્જર પ્લેન, જેની પર 50 મુસાફરો સવાર હતા, તે ગુમ થયું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ કાલિમતન પ્રાંતમાં આવેલ પૉઇન્ટેનૅક જઈ રહેલા શ્રીવિજયા ઍર બોઇંગ 737 વિમાને સંપર્ક ગુમાવ્યો હતો.
ઇન્ડોનેશિયામાં આ પહેલાં બે મોટી વિમાનદુર્ઘટનાઓ થઈ ચૂકી છે જેમાં 737 મૅક્સ બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં. જોકે શનિવારે જકાર્તાથી ટેક ઑફ કરેલ વિમાન 737 મૅક્સ શ્રેણીનું નથી. ઑક્ટોબર 2018માં ઇન્ડોનેશિયન લાયન ઍરની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં 189 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને વિમાનનું કાટમાળ સમુદ્રમાં મળ્યું હતું.