ઓસ્ટ્રેલિયાએ વધતી બેરોજગારીનો સામનો કરવા માટે 95000થી વધુ અસ્થાયી વિદેશી કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલ વીઝા કાર્યક્રમને મંગળવારે સમાપ્ત કરી દીધા. આ કર્મચારીઓમાં મોટાભાગના ભારતીય છે. આ કાર્યક્રમને 457 વીઝાના નામથી ઓળખવામાં આવે છે. જેના હેઠળ કંપનીઓએ એ ક્ષેત્રોમાં ચાર વર્ષ સુધી વિદેશી કર્મચારીઓને નિમણૂક કરવાની અનુમતી હતી જ્યા કુશલ ઓસ્ટ્રેલિયાઈ કમદારોની કમી છે. પ્રધાનમંત્રી મૈલકૉમ ટર્નબુલે કહ્યુ અમે આવ્રજન દેશ છીએ અપ્ણ ઓસ્ટ્રેલિયાઈ કામગારોને અમારા દેશમાં રોજગારમાં પ્રાથમિકતા મળવી જોઈએ. તેથી અમે 457 વીઝા સમાપ્ત કરી રહ્યા છે.
તેમણે કહ્યુ અમે 457 વીઝાને રોજગારના પાસપોર્ટ થવાની હવે અનુમતિ નહી આપીએ અને આ રોજગાર ઓસ્ટ્રેલિયાઈ લોકો માટે હોવો જોઈએ. એબીસીની રિપોર્ટ મુજબ 30 સપ્ટેમ્બરની સ્થિતિ મુજબ ઓસ્ટ્રેલિયામાં 95,757 કર્મચારી 457 વીઝા કાર્યક્રમ હેઠળ કામ કરી રહ્યા છે. હવે આ કાર્યક્રમના સ્થાન પર બીજો વીઝા કાર્યક્રમ લાવવામાં આવશે.