દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ જેફ બેજોસ સાથે અંતરિક્ષમાં જવા માટે કેટલા રૂપિયા આપવા પડશે ? જાણીને તમારા ઉડી જશે હોશ

સોમવાર, 14 જૂન 2021 (20:27 IST)
ગયા અઠવાડિયે દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ અને અમેજનના સીઈઓ જેફ બેજોસે જાહેરાત કરી હતી કે તેઓ તેમની કંપની બ્લૂ ઓરિજિનની પ્રથમ ફ્લાઈટ સાથે અંતરિક્ષની યાત્રા પર જઈ રહ્યા છે. તેમણે પોતાની સાથે અન્ય યાત્રીને લઈ જવા માટે  અંતરિક્ષ યાનની સીટની હરાજી કરાવી. ત્યારે અંતરિક્ષ યાનમાં એક સીટની હરાજી  થઈ. બ્લૂ ઓરોજિને ખુલાસો કર્યો કે એક સીટની હરાજી 28 મિલિયન ડૉલર (204.4)માં કરવામાં આવી.  હરાજી જીતનાર 20 જુલાઈના રોજ પહેલી માનવ ફ્લાઈટ દ્વારા અંતરિક્ષ યાત્રા પર જશે. હરાજી જીતનારો જેફ બેજોસ અને તેમના ભાઈ માર્ક સાથે અંતરિક્ષ યાત્રા પર જશે. બ્લૂ ઓરિજિને કહ્યુ કે 159 દેશોના લગભગ 7600 લોકોએ લીલામી માટે ખુદને રજિસ્ટર કરાવ્યા હતા. 
 
કંપનીએ આગળ કહ્યુ કે હરાજી  દ્વારા પ્રાપ્ત ધનરાશિ બ્લૂ ઑરિજિન ફાઉંડેશન, ફ્યુચર ક્લબમાં દાન આપવામાં આવશે. જેનુ મિશન સ્ટેમમાં કેરિયર બનાવવા માટે આગળ આવનારા ફ્યુચર જનરેશને પ્રેરિત કરવા અને સ્પેસમાં જીવનના ભવિષ્યના શોધમાં મદદ માટે કરવામાં જશે.  
 
બ્લૂ ઓરોજિનની હરાજી જીતનારાના નામનો ખુલાસો નથી કર્યો. જો કે એવુ કહેવામાં આવ્યુ છે કે હરાજી પ્રક્રિયા ખતમ થતા સૌથી વધુ બોલી લગાવનારાનુ નામનુ એલાન કરવામાં આવશે. ત્યારે ચોથા અને ફાઈનલ ક્રૂ મેંબરની જાહેરાત કરવામાં આવશે.  કુલ ચાર લોકો અંતરિક્ષ યાનમાં જશે. જેમા બેજોસ બ્રધર્સ પણ હશે. 
 
બેજોસે ગયા અઠવાડિયે કહ્યુ હતુકે તએ આ ફ્લાઈટ પર જવા માંગો છો  કારણ કે તે જીવનમાં કંઈક કરવા માંગતા હતા. અનેક ઓનલાઈન રિપોર્ટમાં બેજોસના હવલાથી લખવામાં આવ્યુ છે કે તમે અંતરિક્ષમાંથી પૃથ્વીને જોઈ શકો છો અને આ તમને બદલી નાખશે.  આ ગ્રહ, માનવતાની સાથે તમારા સંબંધોને બદલી નાખશે.  આ ઘરતી પર છે.  બેજોસે કહ્યુ કે હુ આ ફ્લાઈટ પર જવા માંગુ છુ, કારણ કે તેને લઈને હુ જીવનભર સપના જોયા હતા. આ એક એડવેંચર છે.  આ મારે માટે ખૂબ મોટુ કામ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર