જાણો.. કેટલો વિનાશકારી છે અમેરિકાનો સૌથી મોટો બિન પરમાણુ બોમ્બ

શુક્રવાર, 14 એપ્રિલ 2017 (11:03 IST)
અમેરિકાએ અફગાનિસ્તાનના નંગારહર શહેરમાં પોતાનો સૌથી મોટો બિન પરમાણુ બોમ્બ 'GBU-43' નાખીને દુનિયાને ચોંકાવી દીધુ. આ બોમ્બ પહેલીવાર ઉપયોગમાં લેવાયો છે. આ પહેલા દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરમાં પરમાણુ બોમ્બ નાખ્યો હતો. વિશેષજ્ઞોનુ માનીએ તો પરમાણુ બોમ્બ પછી આ સૌથી મોટો ઘાતક બોમ્બ છે. જો કે અમેરિકાએ આ સૌથી મોટા બિનપરમાણુ બોમ્બ (મધર ઓફ ઑલ બોમ્બ) થી ચાર ગણો શક્તિશાળી બોમ્બ રૂસની પાસે છે. જેને ફાધર ઓફ ઓલ બોમ્બના નામથી ઓળખવામાં આવે છે. 
 
જો હિરોશીમા અને નાગાસાકી શહેરની વાત કરીએ તો ત્યા દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન ફેંકવામાં આવેલ પરમાણું બોમ્બની અસર આજે પણ છે.  આ સ્થાન પર જન્મ લેનારા બાળકો હજુ પણ વિકલાંગ જન્મે છે.   અમેરિકી વાયુસેનાના રિટાયર લેફ્ટિનેટ કર્નલ રિક ફ્રાંકોનાનુ કહેવુ છે કે જો GBU-43/B મૈસિવ ઓર્ડિનસ એયર બ્લાસ્ટ (MOAB) બોમ્બ ફેંકવામાં આવે છે તો આસપાસ પરમાણુ બોમ્બ જેવી હલચલ થાય છે. અમેરિકાએ આઈએસના ખુરાસાનને નિશાન બનાવીને નંગારહર ક્ષેત્રના અચિન જીલ્લામાં સુરંગનુમા બિલ્ડિંગ અને ખોહ અને ગુફાઓ પર આ બોમ્બ ફેંક્યો. એવુ કહેવાય રહ્યુ છે કે આ હુમલામાં આઈએસ ખુરાસાન સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ છે. 
 
અમેરિકાની પાસે કુલ 15 સૌથી મોટા બિન પરમાણુ બોમ્બ 
 
આ બોમ્બ હુમલામાં કેટલુ નુકશાન થયુ છે તેની વિસ્તૃત માહિતી મળી નથી. જો કે એટલુ તો  નક્કી છે કે લગભગ 21,600 પાઉંડ મતલબ 10 હજાર કિલો વજની આ બોમ્બથી ભારે માત્રામાં નુકશાન થયુ હશે. અમેરિકી સિવિલ એંજિનિયર અલ્બર્ટ વેમોર્ટ્સે આ બોમ્બને 2003માં ઈરાક યુદ્ધ દરમિયાન વિકસિત કર્યો હતો. અમેરિકા પાસે ફક્ત 15 GBU-43 બોમ્બ છે. એક બોમ્બની કિમંત 314 મિલિયન ડોલર બતાવાય રહી છે. 
 
300 મીટર સુધીની જમીન હલી જાય છે 
 
અમેરિકાના 30 ફુટ લાંબા મધર ઓફ ઑલ બોમ્બ એટલો શક્તિશાળી હોય છે કે તેના ધમાકાથી 300 મીટરની હદની જમીન હલી જાય છે. જો કે તેની અસર દોઢ કિમી સુધી થાય છે. અમેરિકાએ આ બોમ્બનો ઉપયોગ આઈએસના ઠેકાણાવાળા પર્વતીય વિસ્તારમાં કર્યો અને તેને બરબાદ કરી દીધો. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ બોમ્બ કેટલો ખતરનાક છે. આ ખૂબ જ ઘાતક બોમ્બને MC-130 એયરક્રાફ્ટ પરથી ફેંકવામાં આવ્યો. 

વેબદુનિયા પર વાંચો