પાકિસ્તાનના જુનૈદ જમશેદનુ એ ટ્વીટ, જે હવે લોકોને હંમેશા યાદ રહેશે

ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (11:46 IST)
પાકિસ્તાનમાં થયેલ વિમાન દુર્ઘટનામાં પૂર્વ પૉપ સિંગર અને ધાર્મિક ઉપદેશક જુનૈદ જમશેદનુ મોત થઈ ગયુ છે.  'દિલ દિલ પાકિસ્તાન' ગીત ગાનારા જુનૈદનુ અંતિમ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયુ છે.  પ્લેન ક્રેશમાં પાકની સુરીલી અવાજ ખામોશ થઈ ગઈ. 
 
ઉલ્લેખનીય છે કે ચાર ડિસેમ્બરના રોજ જિનૈદે ટ્વીટ કરી કહ્યુ હતુ, "ધરતી પર સ્વર્ગ ચિતરાલ. પોતાના મિત્રો સાથે અલ્લાની રાહ પર. બરફથી ઢંકાયેલુ તિર્ચમીર એકદમ અમારી પાછળ' 
 
જુનૈદના મરવાની ખબર મળતા જ લોકોએ આ ટ્વીટ પર રિપ્લાય કરવુ શરૂ કરી દીધુ. 
 
રાના ઈમરાને લખ્યુ, "હા, હવે તમે જન્નતમાં રહેશો. અલ્લાહ તમારુ ભલુ કરે." 
 
અંસાર અબ્બાસીએ ટ્વીટ કર્યુ, "ટીવી ચેનલોને વિનંતી છે કે વર્ષો પહેલા જુનૈદ જમશેદે છોડી દીધેલ મ્યુઝિક કેરિયરને ન બતાવો. જુનૈદને ઈસ્લામના ઉપદેશક તરીકે યાદ કરો." 
 
@TabeerAbro હૈંડલથી લખવામાં આવ્યુ, "અમે તમને યાદ કરીશુ. ખુદા તમારો દરર્જ્જો બુલંદ કરે. કોઈ શક નથી કે તમે જન્નતમાં હશો." 
 

વેબદુનિયા પર વાંચો