ગુજરાતના બનાસકાંઠામાં બુધવારે સાંજે વહીવટીતંત્રે ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરી હતી. અંબાજી મંદિરથી એક કિલોમીટર દૂર ગબ્બર શક્તિપીઠ પાસે આવેલી રબારી કોલોની પરના ગેરકાયદે બાંધકામો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો ખાલી કરવાની છેલ્લી તક સાંજના 5 વાગ્યા સુધી આપવામાં આવી હતી. આ દરમિયાન 90 જેટલા મકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અનેક વસાહતોમાં ગેરકાયદેસર અતિક્રમણ દ્વારા બાંધવામાં આવેલા તમામ રહેણાંક મકાનોને વહીવટીતંત્રે નોટિસ પાઠવી હતી.