વેમ્બ્લે સ્ટેડિયમમાં પીએમ મોદીએ કહ્યુ - ભારતને દુનિયાની મેહરબાની નહી બરાબરી જોઈએ

શનિવાર, 14 નવેમ્બર 2015 (11:13 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ કે ભારતની દુનિયાની મેહરબાની નથી જોઈતી પણ બરાબરી જોઈએ છે અને છેલ્લા 18 મહિનામાં આ શુભ સંકેત સામે આવવા લાગ્યો છે કે આજે ભારત સાથે જે પણ કોઈ વાત કરે છે તે બરાબરીની વાત કરે છે.   પ્રધાનમંત્રીએ વેમ્બ્લે સ્ટેડિયમમાં બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન અને વિશાલ મોટી સંખ્યામાં ભારતીય સમુહના લોકોની હાજરીમાં કહ્યુ કે "દુનિયાને ભારતે પોતાની તાકતનો પરિચય આપી દીધો છે. ભારત દુનિયાની મહેરબાની નથી ઈચ્છતુ. ભારત દુનિયા સાથે બરાબરી કરવા માંગે છે." 
 
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીટી ઓફ લંડનને સંબોધતા મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂક્યો હતો. તેમણે ઇન્ડસ્ટ્રી, ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે પણ વાત કરી હતી. આ પહેલા તેમણે ઐતિહાસિક ગિલ્ડ ભવનની મુલાકાત લીધી હતી. આ પહેલા નરેન્દ્ર મોદી અને ડેવિડ કેમરુને લંડન બ્રિજની મુલાકાત લીધી હતી. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધર ઓફ પાર્લામેન્ટ્સ ગણાતી બ્રટિશ સંસદમાં ઐતિહાસિક પ્રવચન આપતા મોદીએ આતંકવાદ મુદ્દે એક થવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. જે બાદ મોદીને બ્રિટિશ સંસદમાં સ્ટેન્ડિંગ ઓવિએશન મળ્યું હતું. 
 
    આ પહેલા બ્રિટિશ વડાપ્રધાન સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અસહિષ્ણુતા મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું હતું કે ' ભારત એ બુદ્ધ ગાંધીની ધરતી છે અને દેશમાં અસહિષ્ણુતાની કોઈ પણ ઘટનાને સહન કરી લેવામાં નહીં.' મોદીએ એ વાતનો પણ ઈન્કાર કરી દીધો કે બ્રિટને ક્યારેય તેમના ત્યાં જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ગોધરાકાંડના મુદ્દે એ સમયે ગુજરાતના મુખ્યપ્રધાન મોદી પર યુકે આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હોવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ વાત કરી હતી. સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ એવી જાહેરાત પણ કરી કે ભારત અને બ્રિટન વચ્ચે અસૈનિક પરમાણુ સમજૂતી થઈ ગઈ છે.   

વેબદુનિયા પર વાંચો