ભૂકંપના કારણે મોરોક્કોમાં તબાહી, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8 માપવામાં આવી, મૃત્યુઆંક વધીને 2 હજાર થયો
મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. કિંગ મોહમ્મદ VIએ 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમણે પીડિતોને ભોજન, આશ્રય અને અન્ય મદદ આપવાનો આદેશ આપ્યો છે.આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે, મોરોક્કોના ઉત્તરીય પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે.