ભારતીય નૌસેનામાં સામેલ થવા માટે ફ્રાંસની મદદથી બની રહેલ 6 પનડુબ્બિયો સાથે જોડાયેલ દસ્તાવેજ અને ડેટા લીક થવાનો ખુલાસો થયો છે. આ લીક વિદેશી મીડિયાના હવાલાથી થયેલો બતાવાય રહ્યો છે. આ ઘટના પછી નૌસેનામાં ખલબલી મચી છે. આ મામલો હવે પીએમઓ સુધી પહોંચ્યો છે. રક્ષા મંત્રી મનોહર પર્રિકરે આ મામલે નેવી ચીફ પાસે રિપોર્ટ માંગી છે.
22,400 પાનાના આ ખુલાસામાં ઓસ્ટ્રેલિયન ન્યુઝપેપરનુ કહેવુ છે કે લડાકૂ ક્ષમતાવાલા સ્કોર્પીન ક્લાસના સબમરીન્સની ડિઝાઈન ઈંડિયન નેવી માટે કરવામાં આવી હતી. તેના અનેક પાર્ટનો ઉપયોગ ચિલી અને મલેશિયાઈ પણ કરે છે. બ્રાઝીલને પણ 2018મા આ જહાજ મળવાનુ હતુ.