Coronavirus- બ્રિટનમાં એક દિવસમાં રેકૉર્ડ 78 હજારથી વધુ કેસ નોંધાયા

ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (10:53 IST)
બુધવારે બ્રિટનમાં કોરોનાના રૅકોર્ડ કેસ નોંધાયા હતા.
 
બુધવારે, 78,610 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં ચેપના સૌથી વધુ કેસ છે.
 
આ પહેલા આ વર્ષની જ શરૂઆતમાં 8 જાન્યુઆરીએ એક દિવસમાં સૌથી વધુ 68,053 કેસ નોંધાયા હતા અને તે સમયે બ્રિટનમાં લૉકડાઉન લાગુ હતું.
 
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ ચેતવણી આપી હતી કે આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને આ રેકૉર્ડ પણ તૂટી શકે છે. તેમણે લોકોને નાતાલના સંદર્ભમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે સાવચેત રહેવા પણ કહ્યું હતું.
 
આ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહેલા વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું કે દરેક બૂસ્ટર ડોઝ લે તે ખૂબ જ જરૂરી છે. તેમણે ચેતવણી આપી હતી કે કેટલાક વિસ્તારોમાં સંક્રમણના કેસ બે દિવસમાં બમણા થઈ રહ્યા છે. તેમણે હોસ્પિટલોમાં બેડની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
 
પ્રોફેસર વ્હિટીએ કહ્યું કે દેશ બે મહામારીનો સામનો કરી રહ્યો છે, એક "ખૂબ જ ઝડપથી ફેલાતા" ઓમિક્રોન વૅરિયન્ટનો અને બીજો ડેલ્ટા વૅરિયન્ટનો.
 
બુધવારે બ્રિટનમાં કોરોના વાઇરસના સંક્રમણના રેકૉર્ડબ્રૅક કેસો નોંધાયા હતા.
 
બુધવારે 78,610 નવા કેસ નોંધાયા હતા, જે મહામારી શરૂ થઈ ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા કેસોનો સર્વોચ્ચ આંક છે.
 
આ પહેલાં આઠમી જાન્યુઆરીએ એક દિવસમાં મહત્તમ 68,053 કેસ નોંધાયા હતા. જે વખતે બ્રિટનમાં લૉકડાઉન લાદી દેવાની જરૂર પડી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર