શુ ચીન પોતાની ઘટતી જનસંખ્યાથી પરેશાન છે ? જી હા આ સવાલ સાચો છે. ચીને સોમવારે જાહેર કર્યુ છે કે દરેક માતા-પિતાને ત્રણ બાળકો પેદા કરવાની મંજુરી રહેશે. ડ્રેગને તાજેતરમાં જ સામે આવેલા એ આંકડા પછી આ નીતિગત ફેરફારની જાહેરાત કરી છે. જેમા બાળકોના જન્મમાં નાટકીય ઘટાડો જોવા મળ્યો હતો. ચીનની સત્તાવાર સમાચાર એજંસી સિન્હુઆની રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ શી જિનપિંગની અધ્યક્ષતામાં એક પોલિત બ્યુરોની બેઠક દરમિયાન ફેરફારની મંજુરી આપી છે.
ચીનમાં જનસંખ્યા સૌથી ધીમી ગતિથી 1.412 અરબ થઈ
ચીનની વસ્તી 2019 ની તુલનામાં 0.53 ટકા વધીને 1.41178 અબજ થઈ ગઈ છે, જોકે વસ્તી વૃદ્ધિનો આ દર સૌથી ધીમો છે. 2019 માં વસ્તી 1.4 અબજ હતી. ચીનના સૌથી વધુ વસ્તીવાળા દેશની સ્થિતિ હજી પણ અકબંધ છે, જો કે સત્તાવાર અંદાજ મુજબ આ સંખ્યા આવતા વર્ષે ઘટી શકે છે, જેનાથી શ્રમિકોન અછત સર્જાઈ શકે છે અને વપરાશનું સ્તર પણ ઘટી શકે છે, આવી સ્થિતિમાં ભવિષ્યમાં દેશના આર્થિક પરિદ્રશ્ય પર પણ તેની અસર પડશે.
ચીનની સરકાર દ્વારા હાલમાં જ રજુ કરેલા સાતમા રાષ્ટ્રીય વસ્તી ગણતરીના આંકડા મુજબ બધા 31 શહેરો, સ્વાયત્ત ક્ષેત્રો અને નગરપાલિકાઓ મળીને ચીની જનસંખ્યા 1.41178 થઈ ગઈ છે જે 2010ના આંકડા કરતા 5..8 ટકા અથવા 7.2 કરોડ વધુ છે. આ આંકડામાં હોંગકોંગ અને મકાઉને શામેલ નથી કરવામાં આવ્યુ. ચીન 1990 ના દાયકાથી દર 10 વર્ષે રાષ્ટ્રીય વસ્તી ગણતરી કરાવે છે. છેલ્લા આંકડા મુજબ, દેશની વસ્તી 2010ની તુલનામાં 5.38 ટકા અથવા 7.206 કરોડ વધીને 1.41178 અરબ થઈ ગઈ છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૂન 2019માં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ મુજબ ચીનમાં જ્યા વસ્તીમાં કમી આવશે ત્યા 2019માં 1.366 અરબની વસ્તીવાળો ભારતના 2027 સુધી દુનિયાની સૌથી વધુ વસ્તીવાળા દેશના રૂપમાં ચીનથી આગળ નીકળવાનુ અનુમાન છે. એનબીએસ દ્વારા રજુ કરાયેલા નવી વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે ચીન જે સંકટનો સામનો કરી રહ્યું હતું, તે વધુ ગંભીર બની શકે છે. કારણ કે દેશમાં 60 વર્ષથી વધુ લોકોની વસ્તી વધીને 26.4 કરોડ થઈ ગઈ છે જે ગયા વર્ષના મુકાબલે 18.7 ટકા વધુ છે. એનબીએસએ એક નિવેદનમાં કહ્યુ કે જનસંખ્યા સરેરાશ વય વધવાથી દીર્ઘકાલિક સંતુલિત વિકાસ પર દબાણ વધશે. નિંગે કહ્યુ કે ચીનમાં કામકાજી વસ્તી કએ 16થી 59 આયુવર્ગના લોકો 88 કરોડ છે.