રાજનીતિક લાભ માટે મસૂદ અઝહરને આતંકી નહી બતાવીએ - ચીન

સોમવાર, 10 ઑક્ટોબર 2016 (15:48 IST)
દુનિયા જે મસૂદ અઝહરને આતંકી માને છે એ મસૂદને ચીન બચાવવામાં લાગ્યુ છે. ચીને ભારત વિરુદ્ધ એક નવુ નિવેદન આપીને એકવાર ફરી પાકિસ્તાનનો સાથ આપ્યો છે. 
 
ચીને ભારતના મોસ્ટ વોંટેડ આતંકવાદી જૈશ એ મોહમ્મદ પ્રમુખ અઝહર પર નિવેદન આપતા કહ્યુ છેકે આતંકવાદનો મુકાબલો કરવાના નામ પર કોઈએ રાજનીતિક ફાયદો ન ઉઠાવવો જોઈએ. 
 
એનએસજી મુદ્દા પર ભારત સાથે વાતચીત માટે તૈયાર ભારત 
 
રાષ્ટ્રપતિ શી ચિનપિંગના ભારત પ્રવાસ પહેલા ચીને આજે કહ્યુ છે કે એનએસજીમાં ભારતના સમાવેશ થવાના મુદ્દે તે ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. પણ જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધ લગાવવાની ભારતની કોશિશનુ સમર્થન કરવાનો સ્પષ્ટ ઈંકાર કરતા ચીને કહ્યુ છે કે બીજિંગ કોઈના પણ આતંકવાદ વિરુદ્ધ લડાઈના નામે રાજનીતિક ફાયદો ઉઠાવવાના વિરોધમાં છે. 
 
ચીને નામ લીધા વગર લગાવ્યો ભારત પર આરોપ 
 
ભારતે ચીનનુ નામ લીધા વગર જણાવ્યુ કે એક દેશ એનએસજીમાં તેની સભ્યતામાં અવરોધ ઉત્પન્ન થઈ રહ્યો છે.  પોતાના દેશ વચ્ચેના મતભેદ દૂર કરવા માટે બંને દેશોએ તાજેતરમાં જ વાતચીત કરી હતી. ભારત સાથે વાતચીત પછી ચીને પાકિસ્તાન સાથે પણ વાતચીત કરી હતી. પાકિસ્તાન પણ આ પ્રભાવશાલી સમૂહનો એક ભાગ બનવા માંગે છે. 
 
પઠાનકોટ આતંકી હુમલાના જવાબદાર અઝહર પર ભારત યૂએનની તરફથી રોક લગાવવા માંગે છે. તેના પર લીએ ભારતના પરોક્ષ સંદર્ભ લેતા કહ્યુ, "આતંક વિરુદ્ધ લડાઈમાં બેવડા માપદંડ ન હોવા જોઈએ. આતંક વિરુદ્ધ લડાઈના નામ પર કોઈએ પોતાના રાજનીતિક હિત ન સાધવા જોઈએ." 
 

વેબદુનિયા પર વાંચો