પાકિસ્તાનમાં શનિવારે લાહોરથી ઈસ્લામાબાદ સુધી જબરદસ્ત હંગામો થઈ રહ્યો છે. તોશાખાના કેસમાં હાજર થવા ઈમરાન ખાન લાહોર જવા નીકળ્યા કે તરત જ પોલીસ તેમનુ ઘરની તોડીને અંદર ઘૂસી ગઈ. સાથે જ ઈસ્લામાબાદ તરફ જઈ રહેલા ઈમરાનના કાફલાના 3 વાહનો એકબીજા સાથે અથડાયા હતા જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. જોકે, ઈમરાન ખાનના વાહનને કોઈ નુકસાન થયું નથી અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ઈસ્લામાબાદમાં ઈંટરનેટ બંધ, ઈમરાનનાં ઘરની અંદર ફાયરિંગ
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ઇમરાનના ઘરની અંદરથી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા છે. તે જ સમયે, ઈસ્લામાબાદમાં કોર્ટની બહાર ઈમરાનના સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ શરૂ કરી છે, એટલું જ નહીં ઈસ્લામાબાદમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસે ક્રેન વડે ઈમરાનના ઘરનો દરવાજો તોડતા જ ત્યાં હાજર ઈમરાનના સમર્થકોએ પોલીસ પર ગોફણ વડે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારો બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
મારી પત્ની બુશરા ઘરે એકલી છે.
શનિવારે લાહોરમાં ઈમરાન ખાનના ઘર પર બુલડોઝર ગયું અને પોલીસ તેમના ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશી. તે જ સમયે, ઇસ્લામાબાદમાં પ્રવેશતા પહેલા, ઇમરાનના કાફલાને એક ટોલ પ્લાઝા પર અટકાવવામાં આવ્યો હતો. ઈમરાન ખાને શહેબાઝ શરીફ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, "મારી ધરપકડ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હું કાયદામાં વિશ્વાસ કરું છું. સરકારનો ઈરાદો સ્પષ્ટ નથી. પોલીસે લાહોરમાં મારા ઘર પર હુમલો કર્યો છે." મારી પત્ની બુશરા બેગમ ઘરે એકલા છે. પોલીસ કયા કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે.