માઈક્રોસોફ્ટના ફાઉંડર બિલ ગેટ્સે નરેન્દ્ર મોદીના ક્લીન ઈંડિયા કેમ્પેનના વખાણ કર્યા છે. બિલે કહ્યુ છે. લગભગ 3 વર્ષ પહેલા ઈંડિયન પીએમ મોદીએ પબ્લિક હેલ્થ પર એક સાહસિક કમેંટ કર્યુ હતુ. જેના વિશે મે એક ઈલેક્ટેડ ઓફિશિયલ પાસેથી સાંભળ્યુ હતુ. એ નિવેદનની આજે પણ મોટી અસર છે. મે કોઈ બીજા નેશનલ લીડરને એક સેંસેટિવ ટોપિક પર આટલા ઓપનલી બોલતા ક્યારેય સાંભળ્યા નથી. મોદીજીએ જે કહ્યુ હતુ તેના પર અમલ કર્યો.
- બિલે લખ્યુ છે, "મોદીએ કહ્યુ હતુ કે અમે 21મી સદીમાં રહી રહ્યા છે. શુ આપણે ક્યારેય આ વાતને લઈને તકલીફ અનુભવી કે આપણી માતાઓ અને બહેનો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર છે ? ગામની ગરીબ મહિલાઓ રાતના અંધરાની રાહ જુએ છે જેથી તે ટોયલેટ માટે જઈ શકે. શુ આપણે ક્યારે માતા અને બહેનોની ગરિમા માટે ટોયલેટ્સની અરેંજમેટ્સ નથી કરી શકતા ?
- સારી વાત એ છે કે મોદી જે કહ્યુ તેના પર અમલ પણ કર્યો. સ્પીચના 2 મહિના પછી જ તેમણે ક્લીન ઈંડિયા કેમ્પેન લોંચ કર્યુ. જેના હેઠળ આખા દેશમાં 75 લાખ ટોયલેટ્સ બનાવ્યા છે અને 2019 સુધી ભારતમાં ખુલ્લામાં ટોયલેટને ખતમ કરવામાં આવશે. આ કેમ્પેનમાં એ પણ નક્કી કરવામાં આવ્યુ છે કે કોઈપણ વેસ્ટ (કચરો) ખુલ્લામાં ન ફેંકે