મેલબર્નમાં બન્યુ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટુ મંદિર, 30 નવેમ્બરના રોજ ભવ્ય ઉદ્દઘાટન

શુક્રવાર, 27 નવેમ્બર 2015 (12:06 IST)
ઓસ્ટ્રેલિયામાં હિંદુઓનૌ સૌથી મોટુ દુર્ગા મંદિર 30 નવેમ્બરના રોજ ભવ્ય ઉદ્દઘાટન માટે તૈયાર છે. આ મંદિર મેલબર્ન રૉકવેક ઉપનગરમાં આવેલુ છે. 
 
સમાચાર પત્ર એશિયન કોરસ્પાન્ડન્ટ ની રિપોર્ટ મુજબ, નિર્માણ કાર્યના પાંચ વર્ષ પછી આ મંદિર દેશમાં હિંદુઓની વધતી વસ્તીના લોકો માટે પૂજા કરવાનું એક સ્થળ પ્રદાન કરશે. 
 
મંદિર ખોલતા પહેલા આતિશબાજી સાથે સાત દિવસનો સમારંભ ઉજવવામાં આવશે. તેને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કહેવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆત 24 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. 
 
હિન્દુ ધર્મના નેવાદા સ્થિત યૂનિવર્સલ સોસાયટીના અધ્યક્ષ રાજન જેડે કહ્યુ, 'આ મંદિર આવનારી પેઢી માટે હિંદુ આધ્યાત્મ, અવધારણાઓ અને પરંપરાઓની મહત્વપૂર્ણ ઉપલબ્ધિના રૂપમાં કાર્ય કરશે.' 
 
દુર્ગા મંદિરના પ્રબંધક ધર્માર્થ ગતિવિધિઓને શરૂ કરવા માટે એક ગેર-ફાયદાકારી સંગઠ બનાવવાની યોજના પણ બનાવી રહ્યુ છે.  

વેબદુનિયા પર વાંચો