અફગાનિસ્તાન : સંસદ સહિત દેશના ત્રણ સ્થાન પર થયેલ હુમલામાં 50ના મોત

બુધવાર, 11 જાન્યુઆરી 2017 (11:04 IST)
અફગાનિંસ્તાનની રાજધાની કાબુલમાં સંસદ સહિત દેશના ત્રણ શહેરોમાં થયેલ હુમલામાં લગભગ 50 લોકો માર્યા ગયા છે. સંયુક્ત અરબ અમીરાતના રાજદૂતની અફગાનિસ્તાન યાત્રા દરમિયાન દક્ષિણ કંધારમાં ગવર્નરના ઘરની અંદર સોફામાં લાગેલ બોમ્બ ફાટવાથી ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે. જો કે રાજદૂતને કોઈ વધુ નુકશાન થયુ નથી. 
 
ઘટનાના થોડાક જ કલાક પહેલા તાલિબાને કાબુલમાં સંસદના અનેક્સીમાંથી નીકળી રહેલ કર્મચારીઓને નિશાન બનાવીને હુમલો કર્યો જેમા ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા અને 80 લોકો ઘાયલ થઈ ગયા. આ મેદાનમાં અફગાનિસ્તનના સાંસદોની ઓફિસ છે. બીજી બાજુ હેલમંડ શહેરની રાજધાની લશ્કરમાં  તાલિબાન આત્મઘાતી હુમલાવરે ખુદને બોમ્બથી ઉડાવી દીધો. ઘટનામાં સાત લોકો માર્યા ગયા છે. 
 
મોટા પાયા પર થઈ રહેલ નરસંહાર અફગાનિસ્તાનમાં વધતા ઉગ્રવાદનો સંકેત છે. બીજી બાજુ અમેરિકા સમર્થિત અશરફ ગની સરકાર તાલિબાની ઉગ્રવાદની સાથે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે પણ મુકાબલો કરવાની કોશિશ કરી રહી છે.  કંધારના શહેરી પોલીસ પ્રમુખ અબ્દુલ રજ્જાકે જણાવ્યુ કે શહેરના ગવર્નર અને યૂએઈના રાજદૂત જુમા મોહમ્મદ અબ્દુલ્લા અલ કાબી વિસ્ફોટમાં ઘાયલ થયા છે. પણ અનેક લોકો એટલા દઝાયા છે કે તેમની ઓળખ શક્ય નથી.  તેમણે કહ્યુ કે બોમ્બ વિસ્ફોટમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા છે.  જો કે લોકલ મીડિયા ટોલો ન્યૂઝના મુજબ નવ લોકોના મોત થયા છે. 

વેબદુનિયા પર વાંચો