અફગાનિસ્તાન - બોમ્બ બ્લાસ્ટથી કંપી ઉઠી રાજધાની કાબુલ, હોસ્પિટલ સામે આત્મઘાતી હુમલા પછી ગોળીબાર, 19 લોકોના મોત

મંગળવાર, 2 નવેમ્બર 2021 (18:57 IST)
અફગાનિસ્તાન (Afghanistan) ની રાજધાની કાબુલ (Kabul) માં એક ભયાનક વિસ્ફોટ થયો છે, જેમા 19 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 50 લોકો ઘાયલ થયા છે. એવુ બતાવાય રહ્યુ છે કે વિસ્ફોટ આત્મઘાતી હુમલો હોવાનું કહેવાય છે, જે સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલ (Sardar Mohammad Daud Khan Hospital) ની સામે થયો. ઘટનાસ્થળ પર હાજર લોકોનુ કહેવું છે કે ઘટના સ્થળેથી ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પહેલા જોરદાર વિસ્ફોટ થયો, ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો. આ સિવાય વિસ્ફોટનું કારણ પણ જાણી શકાયું નથી.
 
રાજધાનીમાં થયેલા વિસ્ફોટને લઈને  તાલિબાનના ઉપ પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું  કે વિસ્ફોટ કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવાયા હતા. તેમણે કહ્યું કે હજુ સુધી મૃતકોની સંખ્યા જાણી શકાઈ નથી. તેમણે ઘટનાસ્થળે બીજો વિસ્ફોટ થયો હોવાની  પુષ્ટિ કરી નથી. ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. આમાંના મોટાભાગના વિસ્ફોટો ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે, તાલિબાને કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ ઈસ્લામિક સ્ટેટ પર કાબુ મેળવશે અને દેશમાં શાંતિ સ્થાપિત કરશે. જોકે, યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તર ભાગમાં ઈસ્લામિક સ્ટેટ મજબૂત બન્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર