10 કરોડમાં વેચાઈ રહ્યુ છે અડધુ ખાધેલુ અને બચેલુ સૈંડવિચ, જાણો રોચક મામલો

મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (10:11 IST)
- ઓનલાઈન વેચાઈ રહી છે  એઠી સેન્ડવિચ
- 10 કરોડની ખાધેલી સેંડવિચ વેચવાનુ કારણ 
 
eaten sandwitch
સોશિયલ મીડિયા ખૂબ જ  વિચિત્ર સ્થાન છે. અહી ક્યારે શુ જોવા મળી જાય એ કશુ કહી શકાતુ નથી. અવારનવાર તમારી આંખો સામેથી કંઈક ને કંઈક એવી વાત પસાર થઈ જાય છે જેને જોયા બાદ તમે તમારુ માથુ પકડી લો છો. આવી જ એક પોસ્ટ હાલ વાયરલ થઈ રહી છે.સોશિયલ મીડિયાનો એક આખો વિભાગ છે જે તર્ક શોધવામાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર એઠી સેન્ડવિચ ઓનલાઈન વેચાઈ રહી છે, તેની કિંમત 10 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

 
10 કરોડની એંઠી સેંડવિચ 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ સૈડવિચ વિશે ફેસબુક માર્કેટ પ્લેસમાંથી માહિતી મળી હતી. જેને ઈગ્લેંડના લીસ્ટર શહેરમાં રહેનારા એક વ્યક્તિએ પોસ્ટ કરી હતી. એ વ્યક્તિને તેની ડિટેલ્સમાં આની માહિતી પણ આપી હતી. જેને ઈગ્લેંડના લીસ્ટર શહેરમાં રહેનારા  એક વ્યક્તિએ પોસ્ટ કરી હતી. એ વ્યક્તિએ આની ડિટેલ્સમાં માહિતી પણ આપી હતી. આ સૈંડવિચ બનાવવામાં કંઈ કંઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે અને તેની ખાસિયત શુ છે. તેને બનાવનારે તેને વેચવા પાછળનુ કારણ પણ લખ્યુ હતુ. તેણે જણાવ્યુ કે તેને પુરી ખાઈ શકાઈ નથી તેથી એ તેને વેચવા માંગે છે.  પણ આ સૈડવિચે કોણે ખાધી હતી તેની માહિતી આપી નથી. 
 
સૌથી ખરાબ લંચનો ફોટો થયો હતો વાયરલ 
 આ પહેલીવાર નથી જ્યારે સોશિયલ મીડિયા પર આ રીતે ખાવાની વસ્તુ વાયરલ થઈ હોય. થોડા સમય પહેલા, એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર સૌથી ખરાબ લંચના કેપ્શન સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં બાફેલા બટાકા અને કેટલાક બીંસ દેખાતા હતા. જેના પર લોકોની પ્રતિક્રિયાઓ આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર