70 અમેરીકી વાયુ સૈનિકો પર કાર્યવાહી

ભાષા

શનિવાર, 20 ઑક્ટોબર 2007 (15:19 IST)
વોશિંગટન (ભાષા) અમેરીકાએ જણાવ્યું હતું કે તે વાયુસેનાના 70 કર્મચારીઓની વિરુધ્ધ દંડાત્મક કાર્યવાહી કરશે. આ વાયુ સૈનિકો પર લાપરવાહી પુર્વક પરમાણું હથિયારોથી લૈસ બી-52 બોમવર્ષક વિમાનને દેશના ઘણા રાજ્યોની ઉપરથી લઈને જવાનો આરોપ છે.

આ ઘટનાને ધ્યાનમાં રાખીને આવા સંવેદનશીલ હથિયારોને રાખવા બદલ અમેરીકી વાયુ સેનાની વ્યાપક સ્તરે આલોચના કરવામાં આવી રહી છે.

વાયુસેનાના ડિપુટી ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ રિચર્ડ ન્યૂટને જણાવ્યું હતું કે આ ઘટના મિનોટ એર ફોર્સ બેસ અને બાર્સ્કડેલ એર ફોર્સની વચ્ચે થઈ હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 29-30 ઓગસ્ટે થયેલી ઘટનાની છ અઠવાડિયા સુધી ચાલેલ તપાસમાં વાયુસેનાના 70 કર્મચારીઓને આરોપી ઠેરવ્યાં હતાં. તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો