ઇઝરાયેલે લેબનોનમાં બોમ્બ વરસાવ્યા, 492 માર્યા ગયા, 2006 પછીનું સૌથી મોટું હિજરત

મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (09:05 IST)
Israel -લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર ઇઝરાયલે ઍર સ્ટ્રાઇક કરતા અત્યાર સુધી 492 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. લેબનોના આરોગ્ય મંત્રાલયે આ આંકડાની પુષ્ટિ કરી છે
 
ઇઝરાયલી ડિફેન્સ ફૉર્સે (આઈડીએફ)એ જણાવ્યું છે કે તેમણે લેબનોનમાં હિઝબુલ્લાહનાં 1300 ઠેકાણાં પર ઍર સ્ટ્રાઇક કરી છે. આ હુમલા હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે કરવામાં આવ્યાં છે. આઈડીએફ અનુસાર 2006ની યુદ્ધ બાદ હિઝબુલ્લાહે લેબનોનમાં મોટાપાયે સુવિધાઓ ઊભી કરી છે.
 
લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયલના હવાઈ હુમલામાં દેશમાં 35 બાળકો સહિત 58 મહિલાઓનાં મોત થયાં છે. આ હુમલામાં 1645 લોકો ઘાયલ થયા છે.
 
ઇઝરાયલના આ હુમલાની સામે હિઝબુલ્લાહે પણ રૉકેટ વડે ઇઝરાયલ પર હુમલો કર્યો છે. આઈડીએફએ એક નિવેદનમાં કહ્યું છે કે લેબનોનથી ઓછામાં ઓછાં 200 રૉકેટ છોડવામાં આવ્યાં છે. હિઝબુલ્લાહના હુમલામાં બે આરોગ્ય કર્મચારીઓ ઘાયલ થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર