ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત, WHOએ શરૂ કરી તપાસ

ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (10:12 IST)
મધ્ય એશિયાઈ દેશ ઉઝબેકિસ્તાનમાં કફ સિરપથી 18 બાળકોના મોત થયા છે. ત્યાંના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે બાળકોએ જે કફ સિરપ પીધું હતું તે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનું ડોક-1 મેક્સ સીરપ હતું. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે જે સિરપ પીવાથી 18 બાળકોના મોત થયા હતા તે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મેરિયન બાયોટેક લિમિટેડ દ્વારા બનાવવામાં આવી હતી. મંત્રાલયના નિવેદન અનુસાર, ભારતીય કફ સિરપમાં લેબમાં કરવામાં આવેલા પરીક્ષણમાં દૂષિત ઇથિલિન ગ્લાયકોલ જોવા મળ્યુ હતુ. 
 
તેના પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, મેડ ઈન ઈન્ડિયા કફ સિરપ ઘાતક લાગે છે. અગાઉ ગામ્બિયામાં 70 બાળકોના મોત થયા હતા અને હવે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા છે. મોદી સરકારે ભારત વિશે બડાઈ મારવાનું બંધ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ.

 
મેરિયન બાયોટેકે બનાવ્યુ છે આ સિરપ 
ઉઝબેકિસ્તાનમાં મૃત્યુ અંગેના મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યુ છે કે Dak1-Max  ખાંસી દવા ડોક્ટરના  પ્રિસ્ક્રિપ્શન વગર  અને ઓવરડોઝમાં લેવામાં આવી હતી. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે 21 બાળકો કે જેઓ તીવ્ર શ્વાસોશ્વાસની બિમારીથી પીડિત હતા તેઓએ નોઇડાની મેરિયન બાયોટેક દ્વારા ઉત્પાદિત ડોક-1 મેક્સ સિરપનું સેવન કર્યું હતું, જે સંભવતઃ તેમાંથી 18ના મોત નીપજ્યું હતું.
 
અધિકારીઓના સંપર્ક  WHO
એક ભારતીય અખબાર અનુસાર, "વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ઉઝબેકિસ્તાનમાં સ્વાસ્થ્ય અધિકારીઓના સંપર્કમાં છે. બાળકોના મૃત્યુના અહેવાલોને પગલે વધુ તપાસમાં મદદ કરવા તૈયાર છે." જો કે, ડોક્ટર-1 મેક્સની મેન્યુફેક્ચરિંગ કંપની મેરિયન બાયોટેક અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હજુ સુધી આ મામલે કંઈ કહ્યું નથી. આ વર્ષની શરૂઆતમાં, ધ ગામ્બિયામાં 70 બાળકોના મોતના અહેવાલ હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર