હૈતીમાં ભૂકંપથી ઈમારત ઢળી, ત્રણના મોત

હૈતી કે. ઉત્તરીમાં ભૂકંપનો એક મામૂલી ઝટકો આવવાને કારણે બિલ્ડિંગ ધરાશાયી થઈ ઈ જેમા ત્રણ લોકો માર્યા ગયા. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા લુઈસિયસ યૂગેને આ માહિતી આપી.

સ્થાનીક રહેવસીઓએ જણાવ્યુ કે ભૂકંપનો આ ઝટકો હૈતીના બીજા સૌથી મોટા શહેર કૈપ હૈતિયનમાં આવતીકાલે અડધી રાત પછી અનુભવ કરાયો. આ ઝટકાથી ચાર માળની એક બિલ્ડિંગ પડી ગઈ. બિલ્ડિંગ પડી જવાથી આસપાસના કેટલાક મકાનોને પણ નુકશાન પહોંચ્યુ.

યૂગેને જણાવ્યુ કે ત્રણ વ્યક્તિઓને કાટમાળમાંથી કાઢીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. કાટમાળમાંથી એક વ્યક્તિની લાશ પણ કાઢવામાં આવી. જેના કારણે બે અન્ય લોકોના માર્યા જવાની શંકા છે

હૈતીની રાજધાની પોર્ટ ઓ પ્રિસમાં 12 જાન્યુઆરીએ આવેલ ભૂકંપથી જાનમાલનુ ઘણું નુકશાન થયુ હતુ.

વેબદુનિયા પર વાંચો