હુ આવી રહ્યો છુ.. નફરત ફેલાવનારાઓની અમેરિકામાં એંટ્રી થશે બંધ - ડૉનલ્ડ ટ્રંપ

શુક્રવાર, 22 જુલાઈ 2016 (11:22 IST)
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી મેળવ્યા પછી ડૉનલ્ડ ટ્રંપએ પાર્ટીના નેશનલ કન્વેંશનમાં પોતાની ડેમોક્રેટિક પ્રતિદ્વંદી હિલરી ક્લિટંન પર જોરદાર હુમલો બોલ્યો.  ગુરૂવારે રાત્રે ટ્રંપે રિપબ્લિકન અને એ મતદાતાઓને જોરદાર રીતે સંબોધિત કર્યા જે હજુ પણ વિચારી રહ્યા છે. ટ્રંપે કહ્યુ  કે જે પણ હિંસા નફરત અને ઉત્પીડનનું સમર્થન કરે છે તેને અમેરિકામાં ઘુસવા દેવામાં  નહી આવે. 
 
ટ્રંપે કહ્યુ, 'જે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે તેમને માટે ફરીથી સુરક્ષા મુસ્તૈદ હશે.  ઈમિગ્રેશન પર સખ્તીથી અંકુશ લગાવવામાં આવશે. હિલેરી ક્લિંટનની જે મોત, બરબાદી, આતંકવાદ અને કમજોરીની વિરાસત છે. તેનાથી રાષ્ટ્રને સુરક્ષિત કરવામાં આવશે. ટ્રંપ કન્વેર્શનને સંબોધિત કરવા માટે આત્મવિશ્વાસથી ભરેલા દેખાય રહ્યા હતા.  એવુ ત્યારે છે કે જ્યારે હૌઉ પણ ટ્રંપને લઈને રિપબ્લિકન પાર્ટીમાં વિવાદ ખતમ થયો નથી. 

વેબદુનિયા પર વાંચો