હિલેરી કિલન્ટન અમેરિકી રાષ્ટ્રપતિ પદની પ્રથમ મહિલા ઉમેદવાર

બુધવાર, 27 જુલાઈ 2016 (13:53 IST)
હિલેરી કિલન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર બની ગયા છે. એ સાથે જ હિલેરીએ ઇતિહાસ રચી દીધો છે કારણ કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ પદની પ્રથમ મહિલા ઉમેદવાર બન્યા છે. 68  વર્ષની હિલેરી કિલન્ટનને ફિલાડેલ્ફીયામાં ચાલી રહેલા ડેમોક્રેટસ નેશનલ કન્વેશનમાં પ્રેસીડેન્સીયલ કેન્ડીડેટ પસંદ કરવામાં આવ્યા હતા. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 2 227 વર્ષના ઇતિહાસમાં તેઓ પ્રથમ મહિલા છે જે અહી સુધી પહોંચ્યા છે. આ પહેલા 200 જેટલી મહિલાઓએ પણ ઉમેદવાર બનવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. અત્રે એ નોંધનીય છે કે, 8  નવેમ્બરે હિલેરી કે રિપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કોઇ એકની રાષ્ટ્રપતિ તરીકે પસંદગી થઇ જશે. જાન્યુઆરીમાં ઓબામા વ્હાઇટ હાઉસ છોડી દેશે.
 
   ફિલોડેલ્ફીયામાં ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં પક્ષના પ્રતિનિધિઓએ હિલેરી કિલન્ટનને રાષ્ટ્રપતિ પદ માટે પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. હવે હિલેરીનો મુકાબલો ટ્રમ્પ સાથે થશે. આ પહેલા પોતાની મહિનાઓ જુની કડવાહટને સમાપ્ત કરતા બની સેન્ડ્રસે પોતાના હરીફ હિલેરીનુ સમર્થન કર્યુ હતુ. બની કે જેઓ 71 વર્ષના છે તેમણે કહ્યુ છે કે હિલેરીના વિચારો અને નેતૃત્વના આધાર પર તેમને રાષ્ટ્રપતિ બનાવવા જોઇએ. જો ટ્રમ્પ અને હિલેરીને વિકલ્પ માનવામાં આવે તો તેમાં જરાપણ નજીકનો મુકાબલો નથી. જો કે તેમણે કહ્યુ હતુ કે, અનેક બાબતને લઇને મારા અને હિલેરી વચ્ચે અસહમતી છે.

વેબદુનિયા પર વાંચો