દુબઈ (ભાષા) કરાચીમાં પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના કાફલા પર થયેલ વિસ્ફોટના વિશે બેનઝીરના પતિ મહોમ્મદ આસીફ જરદારીએ આરોપ લગાવ્યો હતો કે આના માટે ગુપ્ત એજંસી જવાબદાર છે.
જરદારીએ જીયો ન્યુઝને જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે આ બધું ગુપ્ત એજંસીનું કામ છે. અમે આના વિરુધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરીએ છીએ. આ કામ આતંકવાદીઓએ નથી કર્યું. આ એક ગુપ્ત એજંસીનું જ કામ છે.
તેમણે કહ્યું કે હમલો કરવાની જે રીત હતી તેનાથી ખબર પડે છે કે આ સુનિયોજીત હમલો હતો અને આની પાછળ વિશેષજ્ઞોનું મગજ હતું.
તેમણે જણાવ્યું કે અમારા માણસો મૃત્યું પામ્યા, અમારા કાર્યકર્તાઓ મૃત્યું પામ્યા. પાકિસ્તાનમાં લોકતંત્ર માટે પોતાની કુર્બાની આપી. જરદારી અને તેમની બે પુત્રીઓ દુબઈમાં જ છે. ગુરુવારે તેમણે બેનઝીરને કરાચી માટે રવાના કર્યાં હતાં.
જદારીના અનુસાર મારી શુક્રવારે સવારથી બેનઝીર સાથે વાત થઈ નથી કેમકે તે આ સમયે કરાચીમાં આરામ કરી હતી. મને રાત્રે જ આ ઘટના વિશે જાણ થઈ ગઈ હતી. મારી બંને પુત્રીઓ સુતી હતી એટલા માટે મે તેમને જગાડી નહી. હા મારા પુત્રને જરૂર આવિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેની મા સુરક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે 1999 આં બેનઝીર પર લાગેલ ભ્રષ્ટાચારના આરોપને કારણે તે વિદેશ જતી રહી હતી. આઠ વર્ષ બાદ જ્યારે તે પોતાના સ્વદેશ પાચી ફરી હતી. બેનઝીરના વતન પાછા ફર્યાના થોડાક કલાકો બાદ જ આ વિસ્ફોટ થયો હતો.
આ મહિનામાં જ મુશરફે એક અધ્યાદેશ રજુ કરીને બેનઝીરની વિરુધ્ધ લગાવવામાં આવેલ ભ્રષ્ટાચારના અધા જ આરોપો પાછા લેવાની અનુમતિ આપી હતી.