શાહજહમાં બે ભારતીય છોકરીઓના મૃત્યું

વાર્તા

શનિવાર, 20 ઑક્ટોબર 2007 (15:56 IST)
દુબઈ (વાર્તા) સંયુક્ત અરબ અમીરાતના શાહજહમાં એક રોડ અકસ્માતમાં બે ભારતીય છોકરીઓના મૃત્યું થયાં હતાં અને તેમની મા ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ હતી.

મુખ્ય સમાચાર પત્ર ગલ્ફ ટુડેના આજના રિપોર્ટ મુજબ ગયા ગુરુવારે મુખ્ય રસ્તાથી થોડેક જ દૂર હારૂન રસીદ (35) પોતાની ગર્ભવતી પત્ની ફબીના કાપ્પેન અને બે બાળકીઓ આયશા દિયા અને ડીના રૂખીયાની સાથે કારમાં રસ્તા પર ઉભા હતાં તે સમયે જ પાછળથી એક બીજી કારે આવીને તેમને જોરથી ટક્કર મારી હતી.

આ બનાવમાં આયશા અને ડિનાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યુ હતું અને ફબીન ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ફબીના હોસ્પીટલમાં જીવન અને મૃત્યું વચ્ચે ઝુલી રહી છે. સોફ્ટવેર કંપનીમાં કામ કરનાર હારૂનને પણ સામાન્ય ઘા થયો હતો. હારૂન દંપત્તી કેરલના કલીકતના રહેવાસી હતાં.

વેબદુનિયા પર વાંચો