લાદેનની પુત્રી ચૂપચાપ ઈરાન પહોંચી

ભાષા

શુક્રવાર, 25 ડિસેમ્બર 2009 (12:50 IST)
અલકાયદા સરગના ઓસામા બિન લાદેનની એક પુત્રી તેહરાન સ્થિત સઊદી દૂતાવાસમાં હોવાની ઈરાને પુષ્ટિ કરી છે પરંતુ કહ્યું છે કે, તેને એ જાણ નથી કે, તેણે દેશમાં કેવી રીતે પ્રવેશ કર્યો.

બુધવારે એક સઊદી વર્તમાનપત્રએ પોતાના સમાચારમાં જણાવ્યું હતું કે, બિન લાદેનની 17 વર્ષની પુત્રી એમન ઈરાનમાં સુરક્ષા ગાર્ડોને ચકમો આપીને દૂતાવાસ પહોંચી જે પોતાના ભાઈઓ અને બહેનો સાથે આઠ વર્ષથી નજરબંધ હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે, 2001 માં અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાના આવ્યાં બાદ લાદેનના કેટલાયે બાળકો ઈરાન ચાલ્યાં ગયાં અને ઈરાને તેને અટકાયતમાં લઈ લીધા. તેમાં સાદ અને હમજા બિન લાદેન પ્રમુખ છે જે અલકાયદામાં પદો પર હતાં.

વેબદુનિયા પર વાંચો