મોંઘી થઈ ટીબી ડાયબિટીસની દવા કેંસરની 8 હજારની દવા હવે 1 લાખમાં

ગુરુવાર, 2 ઑક્ટોબર 2014 (15:21 IST)
નવી દીલ્હી 
 
બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે તેઓ મોદી ગરીબો પ્રત્યે જે વિચારો ધરાવે છે તેનુ તે સમ્માન કરે છે પરંતુ કેન્દ્ર સરકારના એક નિર્ણય ગરીન અને બીમાર લોકો માટે આફત લાવાનું કામ કર્યું છે સરકારે 108 દવાઓની કીમત પતથી નિયંત્રણ હટાવી દીધું છે. જેમાં ટીબ ઈ કેંસર જેવી બીમારીઓની દવાઓ પણ સામેલ છે. જાણકારી અનુસાર સરકાર તરફથી નિયંત્રણ હટાવાની સાથે જ કોઈ વખતે 100 અને 1000માં મળતી દવાઓ માટે હવે હજાર અને લાખો રૂપિયા વસૂલવામાં આવશે. સરકારે જે દવાઓની કીમત પરથી નિયંત્રણ હટાવી લીધું છે .તેમાં ટીબી એઈડસ ડાયબિટીસ હૃદયની બિમારીઓ સામેલ છે. એટલે કે 108 દવાઓની કીમત અ હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે નહી. 
 
અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલ સમાચાર મુજબ સરકારના આદેશ બાદ દવાઓની કિમતોમાં ભારે વધારો થયો છે.ઉદાહરણ તરીકે કેંસરની દવા ગ્લિવેકની કીમત 8500 રૂપિયા છે. જે વધીને 1.08 લાખ રૂપિયા થી ગઈ છે. બ્લડ પ્રેશરની દવા પ્લાવિકસની કિમત 147 ર ૂપિયાની જગ્યાએ રૂ. 1,165 રૂપિયામાં મળી રહી છે. 
 
મોંઘી દવાઓમાં સામેલ એવી દવા કામરૈબ જે રૂ 2670 રૂપિયામાં મળતી હતી. તે હવે 7000 રૂપિયા મળી રહી છે જણાવાઈ રહ્યું છે કે અમુક દિવસો પહેલાં સરકારે નેશનલ ફાર્મા પ્રાઈસિંગ ઓથોરીટીને અમુક દવાઓની કિમત પરથી મિયંત્રણ હટાવી લેવાનો આદેશ જાહેર કર્યો હતો. ચાલૂ વર્ષે મે મહિનામાં ઓથોરિટીએ નિર્દેશ આપ્યો હતો કે આ દવાઓની કિમત ઘટાડી દેવામાં આવે. એપપીપીએ દ્વ્રારા 800 દવાઓની યાદી બનાવી રાખી હતી. જે અનિવાર્ય ગણાય છે અને તેની કિમત પર નિયંત્રણ કરી રાખ્યું છે કારણ કે દેશમાં અમુક ગંભીર બીમારીઓઅથી પીડિતોની સંખ્યા વધારે  છે. 
 
  
 
 

વેબદુનિયા પર વાંચો