નવી દિલ્હી. (વાર્તા) પ્રધાનમંત્રી મનમોહનસિંહે કરાચીમાં ગુરુવારે થયેલ બોમ્બ વિસ્ફોટના સિલસિલામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફને મોકલેલ પત્રમાં જણાવ્યું હતું કે હિંસા અને આતંકવાદને સહન ન કરી શકાય.
સિંહે કરાચીના બોમ્બ વિસ્ફોટ પર ભારે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કોઇ પણ સભ્ય સમાજમાં હિંસા અને આતંકવાદને સહન ન કરી શકાય.
પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી પ્રણવ મુખર્જીએ પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્ત સત્યવ્રત પાલની મારફત પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો સુધી પોતાની સંવેદનાઓ પહોચાડી હતી. પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીએ વિસ્ફોટમાં મૃત્યું પામેલ લોકોના પરિજનોને પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી હતી.
ભારતીય ઉચ્ચાયુક્તે સુશ્રી ભુટ્ટો સાથે મુલાકાત કરી અને તેમને ભારતના નેતાઓની ભાવનાઓથી પરિચિત કરાવ્યાં. સુશ્રી ભુટ્ટોએ સંવેદના અને સહાનુભૂતિ પ્રગટ કરવા બદલ ભારતીય નેતાઓ અને ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.