મનમોહન-જરદારી વચ્ચે સૌહાર્દપુર્ણ વાર્તા

ભાષા

ગુરુવાર, 2 ઑક્ટોબર 2008 (12:21 IST)
પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી વચ્ચે થયેલી વાતચીતને પાકિસ્તાને ખુલ્લી અને સૌહાર્દપુર્ણ વાતચીત કરાર આપતા પાકના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ કહ્યું કે બંને નેતાઓએ શાંતિ પ્રક્રિયા પર આગળ વધવાના વાયદાને દોહરાવ્યો હતો.

કુરૈશીએ જણાવ્યું હતું કે વાતચીત શરૂ કરવાનો જે નિર્ણય ભારતે લીધો છે તેના દ્વારા માલુમ થાય છે કે બંને દેશની વચ્ચે વાતચીતની પ્રક્રિયાને લઈને કોઈ તણાવ નથી.

પાકના વિદેશ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વાતચીતની પ્રક્રિયામાં ભારતીયોના તણાવ વિશે ચર્ચા કરી છે. પરંતુ પાંચમા દૌરાની વાતચીતના તેમના નિર્ણયથી તે વાતની જાણ થાય છે કે આ ગડબડી હવે સમાપ્ત થઈ ગઈ છે.

વેબદુનિયા પર વાંચો