ભારતીય કંપનીને પાસપોર્ટ છાપવાનો ઓર્ડર મળતા વિરોધ

નેપાળમાં સ્માર્ટ પાસપોર્ટ છાપવાનો પ્રતિષ્ઠિત ઓર્ડર ભારતની એક સરકારી કંપનીને મળ્યો છે, જો કે આ બાબતમાં માઓવાદી દળો ઉપરાંત સત્તારૂઢ ગઠનમાં જોડાયેલ દળોએ પણ વિરોધ બતાવ્યો છે.

નાસિકની સિક્યોરીટે પ્રિંટિંગ એંડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈંડિયાને મશીનથી વંચાનારા 40 લાખ નેપાલી પાસપોર્ટને છાપવાનો ઓર્ડર ત્રણ વર્ષ માટે મળ્યો છે. નેપાલી કેબિનેટે આ બાબતે શુક્રવારે નિર્ણય કર્યો.

આ બાબતે અંતિમ નિર્ણય પહેલા ઉપપ્રધાનમંત્રી સુજાત્રા કોઈરલા અને ગૃહ મંત્રી ભીમ રાવલ વચ્ચે લાંબી ચર્ચા થઈ. કોઈરાલા આ ઓર્ડર ભારતીય કંપનીને આપવાના પક્ષમાં હતી, જ્યારે કે રાવલનુ તર્ક હતુ કે આનાથી સુરક્ષા સંબંધી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો