ભારતની મદદ ઈચ્છે છે અમેરિકા

શનિવાર, 3 એપ્રિલ 2010 (11:17 IST)
અમેરિકાએ આજે પરોક્ષ રૂપે ભારત તરફ ઈશારો કરતા કહ્યુ કે તે ઈચ્છે છે કે ઉભરતી શક્તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા ઈરાન પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્નો પર મદદ કરે.

અમેરિકાના સાર્વજનિક મુદ્દાના સહાયક વિદેશ મંત્રી પી.જે ક્રાવલેએ સંવાદદાતા સાથે વાતચીતમાં કહ્યુ - અમે બધાને વિશેષકરીને ઉભરતી શક્તિઓ પાસે અપેક્ષા કરી રહ્યા છે કે આ મુદ્દામાં મહત્વનો ભાગ ભજવે.' તેમણે કહ્યુ કે અમેરિકા આંતરરાષ્ટ્રીય સમૂહને ઈરાન વિરુધ્ધ સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ લગાવવા માટે પ્રેરિત કરી રહ્યુ છે. ક્રાવલે ઈરાન-પાકિસ્તાન-ભારતની વચ્ચે અરબો ડોલરની પાઈપ લાઈન પરિયોજના પર વાતચીત શરૂ કરવા પર પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. ઈરાન અને પાકિસ્તાને બે અઠવાડિયા પહેલા આ સંબંધમાં એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

વેબદુનિયા પર વાંચો