બ્રાજીલમાં પૂર, 100 મર્યા

ભાષા

બુધવાર, 7 એપ્રિલ 2010 (14:42 IST)
રિયો ડી જેનેરોમાં ઇતિહાસના સૌથી ભીષણ પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 100 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. શહેરના માર્ગો પાણીમાં પૂરી રીતે ડૂબી ગયાં છે. શહેરની તમામ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે અને દુકાનો પણ બંધ છે.

શહેરમાં છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયથી લગભગ 29 સેમી વરસાદ નોંધવામાં આવ્યો છે અને હજુ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 2,000 મકાનોને નુકસાન પહોંચ્યું છે.

મેયર એડુઆડરે પેસે કાલે કહ્યું કે, લોકોને તેમના ઘરને ન છોડવાની સલાહ આપવામાં આવે છે. અમે લોકોના પ્રાણ બચાવવા ઈચ્છીછીએ. રાષ્ટ્રપતિ લુઇજ ઇનાસિયો લૂલા ડા સિલ્વાએ લોકોને કહ્યું કે, તે વરસાદ બંધ થવા માટે ઈશ્વરથી પ્રાર્થના કરે.

વેબદુનિયા પર વાંચો