બાળ ભારતીયને બીબીસી એવોર્ડ

ભાષા

મંગળવાર, 17 માર્ચ 2009 (12:07 IST)
ભારતીય મૂળની બાળ સાહિત્યકાર અનીતા ગનેરીને તેના પુસ્તક પ્લેનેટ ઇન પેરિર્લ માટે પ્રતિષ્ઠિત પીટર બુક પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

આ પુસ્તક પૃથ્વી સામેના સંકટ ઉપર લખવામાં આવ્યું છે. બ્લ્યૂ પીટર પુરસ્કાર બાળ સાહિત્યમાં લેખન માટે પ્રતિવર્ષે બીબીસી ટેલીવિઝન કાર્યક્રમ બ્લ્યૂ પીટર દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2000થી આની શરૂઆત કરવામાં આવી છે.

અનીતાનું આ પુસ્તક બેસ્ટ બુક ઓફ વીથ ફેક્ટ્સ શ્રેણીમાં બ્લ્યૂ પીટર બુક સન્માન માટે પસંદ કરવામાં આવ્યું છે. આ પુસ્તક બેસ્ટ સેલર હૌરિબલ જીયોગ્રાફીની શૃંખલાનો એક ભાગ છે અને પૃથ્વીને ગ્લોબલ વોર્મિગથી બચાવવા માટે કિશોરોને પ્રેરિત કરે છે.

વેબદુનિયા પર વાંચો