પ્રધાનમંત્રી દુનિયાના શક્તિશાળી નેતાઓને મળ્યાં

ભાષા

બુધવાર, 9 જુલાઈ 2008 (11:38 IST)
ટોક્યો. જાપાન. પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે સવારે દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓને મળ્યાં હતાં.

જી 8થી બહારના દેશો (ઓ 5) ના નેતાઓની સાથે દ્વીપક્ષીય બેઠકો અને વિચાર વિમર્શના ગઈ કાલના ખુબ જ વ્યસ્ત કાર્યક્રમ બાદ સિંહે સોપ્પોરોમાં આવેલ હોટલ તરફ પ્રસ્થાન કર્યું હતું અને અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશની સાથે મુલાકાર માટે અહીંયાથી 100 કિ.મી. દૂર આવેલ હોટલ વિંડસર પહોચ્યાં હતાં.

ત્યાર બાદ પ્રધાનમંત્રીએ રૂસના નવા રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ અને ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી કેવિન રડ સહિત જુદા જુદા નેતાઓની સાથે દ્વીપાક્ષીય વિચાર વિમર્શ કર્યો.

વેબદુનિયા પર વાંચો