પ્રચંડાનાં શપથવિધિમાં ભારતનાં નેતાઓ ભાગ લેશે

વેબ દુનિયા

રવિવાર, 17 ઑગસ્ટ 2008 (17:04 IST)
નેપાળમાં સદીઓ જુદી રાજાશાહીને ખતમ કરીને લોકશાહીની સ્થાપના કરનાર માઓવાદી નેતા નવા વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. જેમાં સીપીએમ નેતા સીતારામ યેચુરીની આગેવાની હેઠળ ભારતીય નેતાઓનું દળ હાજર રહેશે.

પુષ્પકમલ ઉર્ફે પ્રચંડાએ એક દસક સુધી સશસ્ત્ર ક્રાંતિ કરીને નેપાળમાંથી રાજાશાહી પુરી રીતે ખતમ કરી નાંખી. ત્યારબાદ યોજાયેલી ચુંટણીમાં લોકોએ પ્રચંડાને ખોબા ભરીને મત આપ્યા હતા. અને, તેને બહુમતીથી ચુંટી કાઢ્યા હતાં. નેપાળમાં પ્રથમ વખત સંપૂર્ણ લોકશાહી પધ્ધતિથી કોઈ સરકારની રચના કરવામાં આવી છે.

નેપાળમાં પ્રથમ વાર યોજાનારા પદવીદાન સમારોહમાં ભાગ લેવા ભારતીય રાજકારણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત અને નેપાળ વચ્ચે સદીઓથી સુમેળ સંબંધો રહ્યાં છે. તેમજ નેપાળને ભારતે ઘણી મદદ પણ કરી છે. તેથી નેપાળ જ્યારે તેની નવી રાજકીય શરૂઆત કરી રહ્યું છે, ત્યારે આ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપવા ભારતનાં રાજકીય નેતાઓ પણ તૈયાર છે. તેથી સીપીએમ નેતા સીતારામ યેચુરીનાં વડપણ હેઠળ ભારતીય નેતાઓનું દળ ભાગ લેશે.

વેબદુનિયા પર વાંચો