પાક સેના પ્રમુખ કયાનીએ માફી માંગી

ભાષા

રવિવાર, 18 એપ્રિલ 2010 (11:14 IST)
પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અશ્ફાક પરવેજ કયાનીએ એક ગામ પાસેથી માફી માંગી છે. આ ગામના સભ્યો આ માસે એક હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યાં હતાં.

ઇંટર સ્ટેટ પબ્લિક રિલેશન્સ તરફથી જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે, કયાનીએ (ખૈબર કબાયલી વિસ્તારમાં) તિરાહ ઘાટીના કુકી ખેલ ગામ સમક્ષ 10 એપ્રિલ 2010 ની એક દુર્ભાજ્ઞપૂર્ણ ઘટના માટે માફી માંગી છે જેનાથી કીમતી અને નિર્દોષ પ્રાણ ગયાં. કયાનીએ શોકસંતપ્ત પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદનાઓ રજૂ કરી.

વક્તવ્ય અનુસાર સેના પ્રમુખે કહ્યું કે, તેમણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓની પુનરાવૃત્તિ રોકવા માટે ઉપાય કરવાના આદેશ આપ્યા છે.

વેબદુનિયા પર વાંચો