પાકમાં નહીં થાય પરમાણુ પ્રસાર : ઓબામા

ભાષા

બુધવાર, 14 એપ્રિલ 2010 (17:38 IST)
ND
N.D
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે, પરમાણુ સુરક્ષા નિવેદનો પર પાકિસ્તાનના હસ્તાક્ષર અને તેના દ્વારા જતાવવામાં આવેલી પ્રતિબદ્ધતાઓથી ભવિષ્યમાં પરમાણુ સામગ્રીની તસ્કરી અથવા તેના પ્રસારનો ખતરો ઓછો થવાની સંભાવના છે.

ઓબામાએ કહ્યું કે, પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાની અહીં આવ્યાં, પરમાણુ સુરક્ષા નિવેદન પર તેમણે હસ્તાક્ષર કર્યા અને કેટલીયે પ્રતિબદ્ધતાઓ વ્યક્ત કરી જેનાથી એ સંભાવના નજરે ચડે છે કે, ભવિષ્યમાં પાકિસ્તાનથી પરમાણું પ્રસાર અથવા પરમાણુ સામગ્રીની તસ્કરી નહીં થાય.

આ એક સકારાત્મક વાત છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઈને પૂરતો વિશ્વાસ છે પરંતુ ઈસ્લામાબાદ હજુ પણ પોતાનો રેકોર્ડ સુધારી શકે છે.

તેમણે કહ્યું કે, મને પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઈને પૂરતો વિશ્વાસ છે પરંતુ તેના મતલબ એ નથી કે, હવે તેને અન્ય કોઈ સુધાર કરવાનો નથી. પત્રકારોએ ઓબામાથી પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષા વિષે પુછ્યું હતું.

વેબદુનિયા પર વાંચો