અમેરિકામાં ન્યૂયોર્કમાં ભૂમિગત ટ્રેનોમાં બોમ્બ રાખવાના ષડયંત્રમાં ચોથા સંદિગ્ધ આતંકવાદીને પાકિસ્તાનમાંથી પકડી લેવામાં આવ્યો છે.
સ્થાનીય મીડિયા રિપોર્ટ અનુસાર આ અજાણ્યા સંદિગ્ધને એક સપ્તાહ પહેલા પાકિસ્તાનમાંથી પકડી લેવામાં આવ્યો હતો. અમેરિકા એ પ્રયત્નમાં છે કે, આ સંદિગ્દ્ય વ્યક્તિને પાકિસ્તાનથી પ્રત્યાર્પિત કરવામાં આવે અને બ્રુકલિન સંધીય કોર્ટમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે.
આ અગાઉ અફઘાનિસ્તાનના નજીબ્બુલાહ જાજીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તેને એક આત્મઘાતી બોમ્બ ધડાકાના ષડયંત્રમાં શામેલ હોવાના મામલામાં ગત ફેબ્રુઆરીમાં દોષી ઠેરાવવામાં આવી ચૂક્યો છે અને તે હાલના સમયે તપાસકર્તાઓ સાથે સહયોગ કરી રહ્યો છે. જો કે, તેમાં બે અન્ય સંદિગ્ધોને દોષી માનવામાં આવ્યાં નથી.