નેહરૂ એડવિનાનો પ્રેમ મોટા પડદે

ભાષા

સોમવાર, 30 જૂન 2008 (11:05 IST)
લંડન. ભારતમં બ્રિટનના છેલ્લા વાયસરાયની પત્ની લેડી એડવિના માઉંટબેટન અને દેશના પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની વચ્ચે પ્રેમ પ્રસંગ પર કેન્દ્રીત એક ચર્ચિત પુસ્તક પર હવે ફિલ્મ બનશે.

મીડિયા રિપોર્ટ અનુસાર એવી વાત છે કે હોલીવુડ અભિનેતા હુજ ગ્રાંટ માઉંટબેટનની ભુમિકા ભજવશે અને કેંટ બ્લેકેંટ તેમની પત્નીની ભુમિકા ભજવશે.

નહેરૂ અને એડવિનાની વચ્ચે પ્રેમ હોવા વિશે જાણકારી આપતાં એલેક્સ વોન ટુનજેલમેંટના પુસ્તક ઈંડિયન સમર પર ફિલ્મ બનાવવાના અધિકાર બ્રિટનની નિર્માણ કંપની વર્કિંગ ટાઈટલે ખરીદી લીધા છે.

ધ સંડે ટાઈમ્સ અનુસાર ઈંડિયન સમરમાં ભારત અને પાકિસ્તાન વિભાજનની પ્રક્રિયાનું ચિત્રણ છે. તેમાંથી 5 સૌથી મહત્વપુર્ણ પાત્રો લોર્ડ માઉંટ્બેટન એડવિના નહેરૂ માહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીણા છે.

ગયા વર્ષે પ્રકાશિત થયેલ પોતાના પુસ્તકમાં લેખિકા એલેક્સે જણાવ્યું છે કે કઈ રીતે આ પાંચ પાત્રોની વચ્ચે ગાઢ સંબંધ હતાં. પુસ્તકની અંદર ખાસ કરીને એડવિના અને નેહરૂની વચ્ચે ત્યારે પ્રેમ હોવાની વાત કરવામાં આવી હતી.

એલેક્સે કહ્યું કે જ્યારે મે આ વાર્તા વાંચી તો મને લાગ્યું કે આની અંદર ફિલ્મની શક્યતાઓ વધારે છે. તેમણે કહ્યું કે આ વાસ્તવિક પ્રેમ કથા છે. આની અંદર ખુબ જ શક્યતાઓ છે.

વેબદુનિયા પર વાંચો