ટ્રેન અકસ્માતમાં 70 મોત, 416 ઘાયલ

મંગળવાર, 29 એપ્રિલ 2008 (08:38 IST)
પૂર્વ ચીનનાં શાંગડાંગ પ્રાંતમાં બે ટ્રેનો વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા 70 લોકોનાં મૃત્યુ તથા અન્ય 416 ઘાયલ થયા છે. અકસ્માત દરમિયાન બંને ગાડીઓ પ્રવાસીઓથી ખચાખચ ભરેલી હતી.

શરૂઆતી તપાસ અનુસાર અધિકારીઓએ તેમાં કોઈ આતંકી કાર્યવાહીની ઘટનાથી ઈન્કાર કર્યો છે. જીબો ઉપ શહેરી વિસ્તારમાં થયેલી આ ઘટનામાં માનવીય ભૂલ મુખ્ય કારણ છે. ટ્રેન બીજિંગથી કિંગદાઓ જઈ રહી હતી. ટક્કર પહેલા તે ટ્રેન પાટા પરથી ઉતરીને સામેથી આવી રહેલી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. બીજી ટ્રેન યંતાઈથી જુલોઈ જઈ રહી હતી.

આ ગોજારી ઘટનામાં 57 લોકોનાં ઘટના સ્થળે તથા અન્ય 13 નાં હોસ્પિટલમાં મૃત્યુ થયા હતાં જ્યારે અન્ય 416 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. અકસ્માત બાદ ઉચ્ચસ્તરનાં અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો