Twitter પર Katy Perryને મળ્યા 10 કરોડ ફૉલોઅર્સ, જાણો કોણ છે પાંચ સૌથી વધારે ફૉલો થનાર લોકો

સોમવાર, 19 જૂન 2017 (16:04 IST)
સિંગર કેટી પેરી માઈક્રો-બ્લાગિંગ વેબસાઈટ ટ્વિટર પર સૌથી વધારે ફૉલો કરતી હસ્તીઓ બની ગઈ છે. આ વેબસાઈટ પર તેમના ફૉલોઅર્સની સંખ્યા 10 કરોડને પણ પરા કરી ગઈ છે. 
 
ખબર હોય કે કેટીએ ટ્વિટર પર ફૉલોઅર્સની સંખ્યામાં બરાક ઓબામા જસ્ટીન બીબર અને ડોનાલ્ડ ટ્રંપને પણ પાછ્ળ મૂકી દીધું છે. 
 
સિંગર કેટી પેરી માઈક્રો બ્લાગિંગ ટ્વિટર પર સૌથી વધારે ફૉલો કરાય છે. આ વેબસાઈટ પર તેમના ફૉલોઅર્સની સંખ્યા 10 કરોડથી પાર કરી ગઈ છે. 
 
ટ્વિટરએ તેમના આધિકારિક અકાઉંટથી ટ્વીટ કરીને કેટીને તેમના માટે શુભકામના આપી. ટ્વીટમાં લખ્યું કે- આજે અમે ઈતિહાસના સાક્ષી બન્યા છે. શુભેચ્છા 
કેટી પેરી, 10 કરોડ લોકો દ્વારા ફૉલો કરાતી પહેલી માણસ છે. ખૂબ વધારે પ્રેમ કેટી . પેરીએ આ ટ્વીટના રિસ્પાનસમાં લખ્યું. આભાર ટ્વિટર એ મને એક અવસર આપવા માટે. ખબર પડે કે કેટીએ 2009માં ટ્વિટર જાઈન કર્યું હતું. અને હવે એ અત્યાર સુધીને  એ 8500 થી વધારે ટ્વીટ કરી છે. અત્યરે જ તેને તેમના બાયો ટ્વિટર બદલીને “Artist. Activist. Conscious” થી  “I know nothing” કરી લીધું હતું. 

ખબર હોય કે કેટી ટ્વિટર પર ફૉલોઅર્સની સંખ્યાના બાબતમાં બરાક ઓબામા, જસ્ટીન બીબર અને  ડોનાલ્ડ ટ્રંપને પણ પાછળ મૂકી દીધું છે. ખબર હોય કે બીબર  ટ્વિટર પર ફૉલો કરતા 9 કરોડ 67 લાખ લોકો ફૉલો કરે છે. ત્યાં ઓબામાને 9 કરોડ લોકો આ સોશલ નેટવર્કિંગ સાઈટ પર ફૉલો કરી રહ્યા છે. ટ્વિટરએ કેટીને શુભેચ્છા આપવા માટે તેમના પહેલા ટ્વીટ અને ત્યારબાદ તેમના દર વર્ષે સૌથી વધારે લાઈક કરેલ ટ્વીટ્સનો એક વીડિયો તૈયાર કર્યા જેને તેને કેટીને ટેગ કરતા ટ્વીટ કર્યા.
 
વર્તમાન સમાયમાં ટ્વિટર પર સૌથી વધારે ફોલો કરતામાં 5 લોકોની વાત કરીએ તો આ લિસ્ટમાં કેટી પ્રથમ સ્થાન પર છે બીજા નંબર પર જસ્ટીન બીબર છે અને ત્રીજા નંબર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા છે કરોડ ફૉલોઅર્સની સાથે ટેલર સ્વિફ્ટ ચોથા નંબર પર છે અ ને રિહાનાએ 7 કરોડ લોકો ટ્વિટર પર ફૉલો કરી રહ્યા છે. 
 
આ લિસ્ટમાં ભારતીયોની વાત કરીએ તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 35મા સ્થાને છે અત્યારે એ ટ્વિટર પર સૌથી વધારે ફૉલો થનાર પહેલા ભારતીય માણસ છે. ત્યારબાદ બૉલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ટ્વિટર પર બીજા સ્થાન પર વધારે ફૉલો થાય છે. ત્યરબાદ નંબર આવે છે બૉલીવુડના બાદશાહ એટલેકે  શાહરૂખ ખાનને જે કે આ લિસ્ટમાં 49મા સ્થાન પર છે અને ત્રીજા સૌથી વધારે ફૉલોએ થનાર  ભારતીય છે. 
 

વેબદુનિયા પર વાંચો