ઝરદારીનું પગલું સરાહનીય - હિલેરી

ભાષા

મંગળવાર, 17 માર્ચ 2009 (10:52 IST)
અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને આજે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ સાથે વિવાદ રોકવા માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા કરવામાં આવેલ ઉપાય દેશના રાજકારણના મેળમિલાપ માટે સરાહનીય પગલું છે.

વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં હિલેરીએ કહ્યું કે, મારૂ માનવું છે કે, આ સમજુતી હાલની પ્રવર્તી રહેલી ખરાબ સ્થિતિને ઉકેલવા માટેનું પહેલું સરાહનીય પગલું છે. સાથોસાથ આ નિર્ણયમાં સૈનિક રાજને બદલે લોકતાંત્રિક માહોલ ટકાવી રાખવાનો દ્રષ્ટ્રિકોણ પણ દેખાઇ આવે છે.

વેબદુનિયા પર વાંચો